GUJARATIDARSABARKANTHA

ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત 6 જણાં ઝડપાયા

પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે. ઓનલાઇન ક્વેક ક્વેક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો હતો, જોકે શિક્ષકે યુવતી સાથેની મુલાકાતની હૈયે હરખ સાથે ચેટિંગ કર્યા બાદ મુલાકાત ગોઠવી હતી. ત્યારે યુવતીએ નિવૃત્ત શિક્ષકને અમદાવાદ ખાતેના ખાનગી રેસિડેન્ટ એરિયામાં બોલાવી શિક્ષક પાસેથી રૂપિયા 15 લાખની માંગણી કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાસ થયો છે. નિવૃત્ત શિક્ષકે પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવવાની લાયમાં હાલ તો તેને પોતાની ઈજ્જત પણ ગુમાવી છે સાથે સાથે 1 લાખ 15 હજારની રકમ હનીટ્રેપ જેવી ગેંગનો શિકાર બનતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઈડર તાલુકાના રતનપુરના નિવૃત શિક્ષક સાથે નજીકના મણિયોર ગામની વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતી જીવતી અને તેની માતાએ ક્વેક ક્વેક ડેટિંગ ઓનલાઇન એપ્લિકેશન થકી નિવૃત્ત શિક્ષકે મહિલા સાથે સંપર્ક કર્યો હતો. પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના શિક્ષકને ખૂબ અઘરો પડ્યો છે. ઈડરના મણિયાર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા-પુત્રીએ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યો હતો. જોકે અમદાવાદની ખાનગી રેસીડેન્સી વિસ્તારમાં યુવતીએ નિવૃત શિક્ષકને મળવા માટે બોલાવ્યો હતો, ત્યાં મુલાકાત દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લઈ રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. જોકે શિક્ષકે 15 લાખના બદલે 1 લાખ 15 હજાર રૂપિયા જીવતીને આપી અમદાવાદમાંથી નીકળવામાં સફળ રહ્યો હતો. સામાન્ય રીતે આજના આધુનિક યુગમાં ઓનલાઇન એપ્લિકેશન સહિત ખોટા પ્રેમઝાડની વાતોમાં નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હનીટ્રેપ ગેંગના સાત પૈકી છ લોકોને જેલમાં સળિયા પાછળ ધકેલાયા છે.

સામાન્ય રીતે આધુનિક ટેકનોલોજી સહિત ડિજિટલ યુગમાં હનીટ્રેપ જેવી ઘટના બનવી સામાન્ય બાબત જેવી લાગતી હોય છે. જોકે ઈડર તાલુકાના રતનપુરના નિવૃત્ત શિક્ષક શિક્ષણ સહિત જીવનનું જ્ઞાન હોવા છતાં પણ હનીટ્રેપ જેવી ધટનાની ઝાડમાં ફસાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જોકે ફરિયાદી શિક્ષકે સ્તર્કતા દાખવી સ્થાનિક પોલીસની મદદ લઈ અમદાવાદ ખાતે નક્કી થયેલી રકમ સ્વીકારવા માટે આવેલી હનીટ્રેપ ગેંગને ઝેલના સળિયા પાછળ ધકેલવામાં મદદરૂપ બન્યાં છે. ત્યારે ભૂતકાળમાં પાટણ, જસદણ, સુરત, પ્રાંતિજ, નરોડા, સહિતના પોલીસ મથકે હનીટ્રેપ, લૂંટ, અપહરણ, જેવા ગુનાહિત ગુના પણ નોંધાઈ ચુક્યા છે. હાલ ઈડર પોલીસે આરોપી ઓને દબોચી લઈ ન્યાયાલિક પ્રક્રિયા સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!