AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધીમી ધારનો વરસાદની હેલીઓ યથાવત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લામાં થોડા દિવસ પૂર્વે અનરાધાર વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે ઠેરઠેર વ્યાપક નુકસાન થયુ હતુ. જોકે ત્યારબાદ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદની ધાર ધીમી પડી છે.રવિવારે રાત્રીનાં અરસાથી સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,સાકરપાતળ, વઘઇ, ઝાવડા,ભેસકાતરી,પીંપરી,બરડીપાડા,સુબિર, સિંગાણા,લવચાલી, પીપલાઈદેવી,આહવા,બોરખલ, ગલકુંડ ચિંચલી,ગારખડી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ધીમી ધારનો વરસાદ યથાવત જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધીમી ધારનાં વરસાદનાં પગલે ડાંગી જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે અંબિકા,ખાપરી, પૂર્ણા, ખાપરી અને ધોધડ નદીઓમાં વહેણ તેજ બન્યા હતા.સાથે હાલમાં વહેળા, ચેકડેમો,કોટરડા અને નાના મોટા જળધોધ અપ્રિતમ સૌંદર્યની સાથે ખીલી ઉઠ્યા છે.ગિરિમથક સાપુતારા સહીત ડુંગરાળ વિસ્તારમાં વરસાદી માહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા ગિરીકન્દ્રાઓનાં દ્રશ્યો બેનમૂન બન્યા હતા.ડાંગ જિલ્લા  ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 33 મિમી અર્થાત 1.32 ઈંચ, વઘઇ પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ, આહવા પંથકમાં 39 મિમી અર્થાત 1.56 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 55 મિમી અર્થાત 2.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!