BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનીટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનીશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લા માં એક સામાજિક ઉત્થાન માટે લાઇબ્રેરી શૈક્ષણિક અને સમાજને ઉપયોગી એવા કામ માટે ખાતમુહર્ત જિલ્લા પંચાયત છોટાઉદેપુર ના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી અને મહિલાને બાળ વિકાસ વિભાગ ચાંદનીબેન રાંણીગા, સરકારી નર્સિંગ કૉલેજ ના પ્રિન્સીપાલ ભાવના બેન જોશી, ડુંગરવાટ ગ્રામ પંચાયત ના શ્રેષ્ઠ સરપંચ શ્રીમતી બેનાબેન રાઠવા, મોના બેન પટેલ અને આરએફઓ ઉર્મિલાબેન રાઠવા. હંસા બેન રાઠવા , કાન્તા બેન ભાયાભાઇ રાઠવા,ચંપાબેન રાઠવા, શારદા બેન રાઠવા,જશોદા બહેન રાઠવા વગેરે મોટી સંખ્યામાં મહિલા અગ્રણી ઓ તથા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા અને જિલ્લા તાલુકા શિક્ષક સંઘના જગદીશભાઈ રાઠવા ગામના માજી સરપંચ શ્રી ઓ વસેડી ગામના પટેલ અને પુજારા દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસ નું ખાતમુહર્ત કરાવ્યું હતું , આ પ્રસંગે ઇકો યુનિટી યુનિવર્સિટી ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ને શર્મલા બેન રાઠવા કારોબારી અધ્યક્ષ એ જિલ્લા પંચાયત ના સ્વ ભંડોળ માંથી રૂપિયા 5 લાખ અને રાજેશ ભાઇ લાગામી તરફ 1 લાખ અને શિક્ષણ સંઘ ના પ્રમુખશ્રી માધુ ભાઇ તરફ થી 51.હજાર દાન સમાજ ના શૈક્ષણિક વિકાસ માટે આપવા માં આવ્યું હતું.

ઇકો ટ્રસ્ટ માં પ્રમુખશ્રી ગોપાલભાઈ મંત્રી મનુભાઈ રાઠવા રાઠવા સનીયાભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા , વાલસીંગભાઇ રાઠવા અને નિરંજનભાઇ રાઠવા ,વિઠ્ઠલભાઈ રાઠવા મનીષભાઇ રાઠવા . મણીલાલભાઈ રાઠવા શૈલેષ નહી વગેરે યુનિટી ના સભ્યો ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શર્મિલાબેન રાઠવા એ સમાજમાં એકતા વધે અને વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય તેની વાત મૂકી હતી અને તાલુકા પ્રમુખ છોટાઉદેપુર દ્વારા એમના જ ગામમાં હોય વધુમાં વધુ બાળકો ભણે અને આગળ વધે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે યથા યોગ્ય સહકાર આપવાની વાત મૂકી હતી આજના આ કાર્યક્રમમાં વિનોદભાઈ રાઠવા દ્વારા મહાનુભવો નો આભાર વ્યક્ત કરી પર્યાવરણની જાળવણી માટે મહાનુભવાના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ નુ સુંદર રીતે સંચાલન જશોદાબેન રાઠવા એ સંભાળ્યું હતું જ્યારે વિનોદભાઈ વનાર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!