રાધનપુર ખાતે મલ્હાર બંગલોઝ માં શ્રીગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
રાધનપુર ખાતે મલ્હાર બંગલોઝ માં શ્રીગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
રાધનપુર ખાતે મલ્હાર બંગલોઝ માં શ્રીગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
રાધનપુરમાં મહેસાણા હાઈવે ઉપર આવેલ મલ્હાર બંગલોઝમાં સોસાયટીનું કામકાજ પૂર્ણ થતા થોડાઘણા રહીશો રહેવા આવી ગયેલ છે ત્યારે નગરના જાણીતા નગરશેઠ તેમજ બિલ્ડર આર. આર.ઠક્કર દ્વારા બનાવવામાં આવેલ આ સોસાયટીમાં તેમના તરફથી શ્રીગોગા મહારાજનું નાનું મંદિર બનાવવામાં આવેલ છે.આ મંદિરે શ્રીગોગા મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૮૧ ના ચૈત્રવદ-૧/૨, તા.૧૩/૧૪ એપ્રિલ ૨૦૨૫ રોજ યોજાઈ ગઈ.મહેશભાઈ આર. ઠક્કર ના યજમાન પદે આચાર્ય મહેશભાઈ શાસ્ત્રીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ રઘુરામભાઈ ઠક્કરના વરદ હસ્તે૧૨.૩૯ કલાકે શ્રીગોગા મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.આ નિમિત્તે યજમાન પરિવાર તરફથી સમૂહ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રસંગ નિમિત્તે વારાહી ગૌશાળા તેમજ સુરભી ગૌશાળામાં યથાયોગ્ય યોગદાન સોસાયટી દ્વારા નોંધાવ્યું હતું.સોસાયટીના પ્રમુખ બળદેવભાઈ જોષી, મંત્રી સંદીપભાઈ પટેલ,ઉપપ્રમુખ સુરેશ ઓઝા,રઘુભાઈ ઠક્કર, અશ્વિનભાઈ પ્રજાપતિ, ધીરજભાઈ ગૌસ્વામી,પરેશ પંચાલ,પરાગ પટેલ,વિપુલ પ્રજાપતિ,ગિરીશ જોશી,નીલ ઠક્કર,હસુભાઈ બારોટ, પ્રકાશભાઈ જય પ્રભુ,રાજુભાઈ, કમલેશભાઈ તન્ના,ભાવેશ નાઈ, ડૉ.મુકુંદ,મનોજ પ્રજાપતિ સહિત તમામ રહીશોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530