MORBI:મોરબીના બગથળા ગામે સોશિયલ ગ્રુપ ના તેજસ્વી તારલા અને બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાશે

MORBI:મોરબીના બગથળા ગામે સોશિયલ ગ્રુપ ના તેજસ્વી તારલા અને બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાશે
અમોને જણાવતા આનંદ થાય છે કે બગથળા સોશિયલ ગ્રુપ ના ૨૯ માં વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી તારલા ના સન્માન સમારંભ તેમજ બ્લ્ડ ડોનેશન કેમ્પ તા ૨૮.૧૨.૨૦૨૫ ને રવિવારે બપોરે ૩.૦૦ કલાકે પટેલ સમાજ વાડી નાની વાવડી ગામે રાખેલ છે.જે મંગલ કાર્યક્રમ ને દીપ પ્રગટાવી ને ખુલ્લો મૂકશે નકલંક મંદિર બગથળા ના મહંત શ્રી પૂજ્ય દામજી ભગત અને ત્યાર બાદ સંસ્કૃતિ કાર્યક્રમ જેમાં એક એક ચઢિયાતા મોટાંબહેનો અને ભાઈઓ ના રાસ રજૂ થશે.આ ગ્રુપ ની એક વિશેષતા છે બગથળા ના તમામ જ્ઞાતિ ના કુટુંબો આના સભ્ય છે.સર્વે બગથળા વાસી જેમનું રેસિડન્સ મોરબી છે તે તમામ ભાઈઓ ને વિનંતી કે તા ૨૮.૧૨.૨૦૨૫ ના રોજ બગથળા સોશિયલ ગ્રુપ નું સ્નેહ મિલન,તેજસ્વી તારલા નો સન્માન સમારંભ ,બ્લ્ડ ડોનેશન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ની રમઝટ તો ખરીજ.સાંસ્કૃતિક કાર્યક્રમ માં ટોટલ ૧૧ આઇટમ છે.જેમાં એક નાટક નાનું પણ છે.આ બધા જ કાર્યક્રમ જોવાની આપ સૌ ને આનંદદાયક રહેશે.આપ ના નાના બાળકો ને પણ આ ગમશે.તો આપ સૌ સમયસર પધારજો,જેથી કાર્યક્રમ સમયસર ચાલુ થાય અને સમયસર પૂરો થાય.જેથી ઠંડી માં આપ સૌ સમયસર ઘરે આવી જાવ. આપણી આજુબાજુ બગથળા ના નવા રહેવા આવ્યા હોય અથવા સભ્ય ગયા વર્ષે ના હોય તેવા કુટુંબ ને આપ જાણ કરી અને સાથે તેડતા આવજો.આ આપ સૌ ફરજ સમજી ને આ ઉમદા કાર્ય કરવા વિનંતી.અને પોગ્રામ ફિક્સ ૩.૩૦ ચાલુ થઈ જશે.તો આવા ઉમદા કાર્યક્રમ માં પધારવા આપ સૌ ને વિનંતી.







