GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ડ્રગ્સથી દૂર રહેશો-જામનગર કસ્ટમ્સની સલાહ

ખાસ સેમીનાર યોજાયો

*કસ્ટમ હાઉસ સિક્કા તથા સમજુ દેશી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયો*

*પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને “SAY NO TO DRUG” ના સંદેશ સાથે કાયદાકીય સમજ અપાઈ*

જામનગર (ભરત ભોગાયતા)

 

આજે યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છે જે સમાજને અંદરથી ખોખલો અને નિર્માલ્ય બનાવી રહ્યું છે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમના પેડલરોની જાળમાં ફસાઈને સરળ શિકાર બને છે.આ સંજોગોમાં ડ્રગ્સ વિશે યુવાનોમાં અને ખાસ કરીને અપરિપક્વ તરુણોને ડ્રગ્સના દૂષણ વિષે માહિતગાર કરવા અત્યંત જરૂરી બન્યું છે. ભાંગ, ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ, હેરોઇન, કોકેઇન, સિન્થેટીક ડ્રગ્સ, એલએસડી જેવા જુદા જુદા નશાકારક પદાર્થો વિશે તલસ્પર્શી જાણકારી આપવી તેમજ આવા પદાર્થો રાખવા અને નશો કરવા બદલ ફટકારવામાં આવતા દંડ અને આકરી સજા વિશે યુવાવર્ગને જાણકારી આપવી અત્યંત જરૂરી બની ગઈ છે જે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસીસ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેના દરેક કસ્ટમ ફોર્મેશનમાં તારીખ 12 જૂન થી 26 જૂનને `ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ પખવાડિયા તરીકે ઉજવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓને સાંકળીને રેલી, સેમિનાર, વોકેથોન, વર્કશોપ, સ્ટ્રીટ શૉ વગેરે જેવા કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાય છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આવેલ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે કસ્ટમ હાઉસ, સિક્કા અને સમજુ દેશી સોસાયટી [ NGO ] ના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયેલ જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 થી 12 ના આશરે 125 જેટલા વિદ્યાર્થીઓને કસ્ટમ ડિપાર્ટમેંટના અધિકારીઓએ પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન આપ્યું તેમજ વિદ્યાર્થીઓના જિજ્ઞાસાભર્યા પ્રશ્નોનાં સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા. તથા એનજીઓના શ્રી કિશન અભાણીએ વિદ્યાર્થીઓને કાયદાકીય સમજ આપી. સેમિનાર બાદ એનજીઓ દ્વારા બાળકોને સુવેનિયર તરીકે ‘Say No to Drug’ ના સંદેશ સાથેની પેન આપવામાં આવી.

  1. આ સેમિનારમાં કસ્ટમ હાઉસ, સિક્કાના આસિસ્ટન્ટ કમિશ્નર  કૌશિકકુમાર વડાલીયા તેમજ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ.એમ.બામરોટીયા તેમજ એસડીસીસીએલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ  નીરજ તથા શિક્ષકો સર્વશ્રી મુકેશ ભટ્ટ, રવિ ચૌહાણ તથા શર્મા વગેરે ઉપસ્થિત રહેલ. તેમજ કસ્ટમ સુપરિટેનડેન્ટ વસંતભાઈ ગામેતી, હરદીપસિંહ જાડેજા, ઉત્તમ ભલસોડ અને કસ્ટમ ઈન્સ્પેકટર સર્વશ્રી સુરેન્દ્ર પ્રતાપ સિંઘ, ગૌરવ જૈન તથા વિવેકકુમાર તથા સિક્કાના પુનિતભાઈ બુજડે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ આ સેમિનારનું પરિકલ્પન તથા સંચાલન કસ્ટમ સુપરિટેનડેન્ટ  સંજીવ જાનીએ કરેલ. આ અંગેનો વિસ્તૃત અહેવાલ જામનગર જીલ્લા  માહિતી કચેરીના એડીટર વિરેન્દ્રસિંહ પરમાર એ આપ્યો હતો

@________

bgbhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jmr

8758659878

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button