તા.૧૨.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં હિટવેવની અસરથી બચવા માટે ખેતી અને પશુઓને ધ્યાને રાખીને લેવાનાં થતા પગલાંઓ
દાહોદ : દાહોદ જિલ્લામાં હીટવેવની અસર વર્તાઈ રહેલ હોઈ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. આથી કૃષિ વિષયક તેમજ પ્રાણીઓને હીટવેવથી બચાવવા માટે શું કરવું અને શું ના કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું ખેતી વિષયક ઊભા પાકને હળવૂ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો.જો તમારો વિસ્તાર હીટ વેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિચાઈ કરો.પશુપાલન પશુઓને છાયંડામાં રાખો અને તેમને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ના લો. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાંસની ગંજીથી ઢાંકો. અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગથી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવી પાણીનો છંટકાવ કરો કે ફોગર્સ લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમા પાણીનો છંટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જાવડઅહારમાં તેમને લીલો ચારો આપો.પ્રોટીન ચરબી વગરનો આહાર આપો. ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ મરઘા ઊછેર કેંદ્રમા પડદા લગાવો અને હવા ઊજાસની યોગ્ય વ્યવસ્થા કરો.આટલું ન કરો બપોરના સમયે પશુઓને ચરવા માટે ન લઈ જાવ