GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ એમજીએસ હાઈસ્કુલના પ્રા.વિભાગના વિધાર્થીઓ એ નેશનલ વુડબોલ મા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

તારીખ ૦૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે પ્રાથમિક વિભાગમાં ભણતા ઘો ૮ ના પરમાર જૈમિન જયેન્દ્રભાઈ એ એક બ્રોન્ઝ મેડલ તથા ગોહિલ ચિરાગ ધર્મેન્દ્રસિંહે એક બ્રોન્ઝ મેડલ તથા પરમાર સૃષ્ટિ કિરણસિંહે ટીમ ઇવેન્ટ મા ગોલ્ડ મેડલ અને ડબલ ઇવેન્ટ મા એક બ્રોન્ઝ મેડલ એમ કુલ બે મેડલ નાગપુર મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ ૧૯ મી સીનીયર અને ૧૩ મી સબ જુનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ મા ભાગ લઈ મેડલ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે જે બદલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.







