વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ગાયગોઠણ ગામ ખાતે એક યુવકે ફેસબુક પર વિડિયો જોયો હતો.જેમાં 1 રૂપિયાની જૂની ચલણી નોટોના બદલે 5 લાખ રૂપિયામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ યુવક આ લાલચમાં આવી ગયો હતો અને ફેસબુક પર આપેલ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. પરંતુ અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી 37 હજાર રૂપિયા કરતા પણ વધારે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગાયગોઠણ ગામ ખાતે રહેતા જિતેશ જીવુભાઈ ઠાળકર (ઉ. વ.22) એ મોબાઈલમાં ફેસબુક એપ પર એક રિલ જોઈ હતી જેમાં એક જાહેરાત આવેલ જેમા વોઇસ મેસેજથી કોઈ વ્યક્તિ એમ બોલી રહ્યો હતો કે, એક રૂપિયા ની જુની નોટનાં બદલામાં પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે તેમ બોલી નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરશો એમ જણાવેલ હતું. ત્યાર બાદ યુવકે ફોન કરેલ તો તે વ્યક્તિએ યુવકને હિન્દીમાં વાત કરી કહેલ કે, તમારી પાસે એક રૂપિયાની જુની નોટ હોય તો આ મોબાઇલ નંબર ઉપ૨ વોટસએપ ઉપર ફોટા પાડીને મોકલજો તેમ યુવકને વાત કરેલ હતી.તે પછી યુવકે તેની પાસે એક રૂપીયાની નોટ હતી તે કાઢી વોટસઅપ મોબાઇલ ઉપર એક રુપીયાની જુની નોટ ફોટો પાડી મોકલી દીધેલ ત્યારબાદ તેઓએ યુવકને તરતજ ફોન કરી કહેલ કે, તમારા પૈસા મોકલવા માટે ચાર્જ લાગશે તે પહેલા તમારે 9150/- મોકલવા પડશે જેથી તેઓએ યુવકને એક QR કોડ ગૂગલ-પે સ્કેનર મોકલેલ અને બીજો એક ભારતીય રિઝર્વ બેંકનું એક પ્રમાણપત્ર મોકલેલ હતુ.જોકે યુવક પાસે સુગર શેરડી કાપણીના રૂપિયા વીસ હજાર હતા.પરંતુ યુવક પાસે ગુગલ-પે કે ફોન-પે ન હોય જેથી યુવકે રૂપિયા મોકલેલા નહિ, ત્યાર બાદ તારીખ 20 /04/2025નાં રોજ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ અને કહેલ કે, તમારા વોટસઅપ ઉપર બીજો મોબાઈલ નંબર ઉપરથી સ્કેનર મોકલવામાં આવશે તેમા રૂપિયા મોકલવાના છે. ત્યાર બાદ યુવકના વોટસઅપ ઉપર એક સ્કેનર મોકલેલ તેના પરથી ફોન આવેલ જેમાં બીજો કોઈ માણસ બોલતો હતો તેણે યુવકને રૂપીયા 9150/- મોકલવા જણાવેલ ત્યાર બાદ જ પાંચ લાખ મળશે તેમ જણાવ્યું હતું.જેથી યુવકે બીજાના મોબાઈલમાંથી રૂપીયા 9150/- ટ્રાન્સફર કરાવ્યાં હતા.જોકે ત્યારબાદ પણ યેન કેન પ્રકારે કોઈ ને કોઈ બહાને આ અજાણ્યા નંબર પરથી કોલ આવતા હતા અને નાણાની માંગણી કરતા હતા.જેથી યુવકે ટુકડે ટુકડે કુલ 37,500/- રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ પણ આ અજાણ્યા ઇસમો દ્વારા નાણાને માંગણી કરવામાં આવી રહી હતી જોકે ત્યારે આ યુવકને જણાયુ હતુ કે તેની સાથે સાઇબર થયેલ છે.જેથી યુવકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સુબીર પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધવ્યો હતો.સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..