ARAVALLIGUJARATMODASA

મોડાસા : ગંગા સ્વરૂપા બહેનોના સશક્તિકરણ માટે અરવલ્લી જિલ્લામાં કરવામાં આવતી સફળ કામગીરી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : ગંગા સ્વરૂપા બહેનોના સશક્તિકરણ માટે અરવલ્લી જિલ્લામાં કરવામાં આવતી સફળ કામગીરી

અરવલ્લી જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોનું કેન્દ્રસ્થાન રહ્યું છે જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા આયોજિત થતા વિવિધ કેમ્પો, જેમાં ગંગા સ્વરૂપા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે અને તેમને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

આવા કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય ગંગા સ્વરૂપા બહેનોને તેમના હક્કો, સરકારી યોજનાઓ અને કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત કરવાનું હતું. આ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) ટીમ દ્વારા બહેનોને વિવિધ સેવાઓ અને સુવિધાઓની વિગતવાર માહિતી આપવામાં આવી. આમાં 181 અભયમ હેલ્પલાઈનની જાણકારી, તેનો ઉપયોગ કયા સંજોગોમાં અને કેવી રીતે કરી શકાય તેની સમજૂતી, તેમજ DHEW દ્વારા સંચાલિત પીડિત મહિલાઓ માટેના સેવા કેન્દ્ર (PBSC) ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.વધુમાં, ઘરેલું હિંસા અધિનિયમ-2005 હેઠળના કાયદાઓની જાણકારી આપવામાં આવી, જેથી પીડિત મહિલાઓ આ કાયદાનો ઉપયોગ કરીને ન્યાય મેળવી શકે. આ ઉપરાંત, મહિલાલક્ષી વિવિધ માળખાગત સુવિધાઓ અને યોજનાઓ, જેવી કે વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ પેન્શન યોજના, વ્હીલચેર, ખેતીવાડી સહાય વગેરેની માહિતી આપવામાંક્વે છે. આ માહિતીના આધારે, બહેનોને જરૂરી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા અને સંબંધિત વિભાગોનો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

આમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેની સમસ્યાઓ, જેવી કે ફોર્મ ન ભરાયેલ હોવું, સહાય બંધ થઈ જવી વગેરેનો સમાવેશ થતો હતો. આ પ્રશ્નોની જાણ થતાં, તેના નિવારણ માટે તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ખાસ કરીને, 21 ગંગા સ્વરૂપા બહેનોને સહાય મેળવવામાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા. આ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે DHEW ટીમે સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને બહેનોને યોગ્ય લાભો મળે તેની ખાતરી કરવામાં આવે છે.

આ કેમ્પ ગંગા સ્વરૂપા બહેનોના સશક્તિકરણ અને તેમના અધિકારોની જાગૃતિ માટે એક મહત્વનું પગલું સાબિત થયું. મહિલાઓને તેમના હક્કો અને સરકારી યોજનાઓની જાણકારી આપવાથી તેઓ પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે વધુ સશક્ત બની શકે છે. આ કેમ્પ દ્વારા ન માત્ર તેમના પ્રશ્નોનું નિરાકરણ થયું, પરંતુ તેમને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પણ મળ્યું.આ પ્રકારના કેમ્પો દ્વારા અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ કચેરીએ મહિલાઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો છે.અરવલ્લી જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનો માટે આયોજિત કાર્યક્રમો દ્વારા મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ, તેમનું સશક્તિકરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવાનું કાર્ય નોંધપાત્ર રીતે થઈ રહ્યું છે. આ પ્રયાસો દ્વારા અરવલ્લી જિલ્લો મહિલા સશક્તિકરણના ક્ષેત્રે એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!