વલસાડ:વાપીના ડુંગરાની એલ જી હરિયા સ્કૂલમાં સમર યોગ કેમ્પનાં બાળકોને સર્ટિફિકેટ એનાયત કરાયા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમત-ગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ)ના ચેરમેનશ્રી અને યોગ સેવક શીશપાલ રાજપૂતનાં કુશળ નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન થયું હતું. જે અંતર્ગત વાપી શહેરમાં પણ એલ જી હરિયા સ્કૂલમાં ૧૫ દિવસીય સમર યોગ કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજે ૧૨૦ જેટલા બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.
બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આપણા બળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય એ ઉદ્દેશથી સમર યોગ કેમ્પમાં એમને યોગ, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ રમતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તેમજ પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો. બાળકોમાં બાળપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી સમર યોગ કેમ્પ દરમિયાન અલગ અલગ વિષયોના વિદ્વાન વ્યક્તિઓ અને વક્તાઓને બોલાવવી એમના માધ્યમથી બળકો પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવનાં હસ્તે તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. વાપીમાં આયોજિત ૧૫ દિવસના સમર યોગ કેમ્પનું પૂર્ણ સંચાલન અને સર્ટિફિકેટ વિતરણનાં કાર્યક્રમનું આયોજન વાપીના યોગ કોચ શિતલબેન દ્વરા થયું હતું.