SURATSURAT CITY / TALUKO

ગુજરાતમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી

સુરતમાં પાડ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના પાંડેસરાના વડોદ ગામે શ્રમિક પરિવારની બાળકી પર ત્રણ બાળકોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ઓળખ મનોજસિંગ રાજપૂત તરીકે થઈ છે. આ પરિવારની પાડોશમાં આ શખ્સ રહેતો હતો. જ્યારે બાળકી ઘરમાં એકલી હતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈને ઘરમાં ઘૂસી ગયો હતો.

હેવાને બાળકીને ધમકાવી અને ડરાવી હતી, અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાળકી કણસતી હાલતમાં છોડીને ભાગી ગયો હતો. જ્યારે બાળકીના માતા પિતા ઘરે આવ્યા ત્યારે તેણે સમગ્ર આપવીતી જણાવી તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. બાળકીના વાલીએ તાત્કાલિક પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે ઘટનાની ગંભીરતા સમજીનેગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો, હાલ આરોપી જેલના સળિયા પાછળ છે. પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!