કામરેજ તાલુકાના શેખપુર નજીક બાઈક સ્લીપ થતાં યુવક આબાદ બચ્યો, મોટી જાનહાની ટળી

(કામરેજ સુરત):- કામરેજ વિસ્તારમાં આવેલા શેખપુર રોડ પર એક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૮ વર્ષીય યુવકનો આબાદ બચાવ થયો છે. બાઈક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કોઈ ગંભીર જાનહાની થઈ નથી.
મળતી માહિતી મુજબ, આનંદ વાટીકા સોસાયટી (શેખપુર)માં રહેતો ૧૮ વર્ષીય યુવક પટેલ જેનીલ ઋષિરાજભાઈ પોતાની બાઈક લઈને આનંદ વાટીકા સોસાયટીથી રંગોળી ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન શેખપુર રોડ પર આવેલી શુભ ગ્લોબલ વિલેજ સોસાયટીની બહાર અચાનક ગાડી સ્લીપ થઈ ગઈ હતી.
ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, અકસ્માતમાં બાઈક ને નુકસાન પહોંચ્યું છે, પરંતુ યુવક સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર રાત્રિના સમયે વાહનોની ગતિ અને વળાંકોને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






