SURATSURAT CITY / TALUKO

ધામડોદ જમીન વિવાદ: મકાન તોડી પાડી કરોડોની મિલકત પચાવી પાડવાનું કાવતરું

સુરત,

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ધામડોદ ગામે કાયદાને નેવે મૂકીને એક મિલકત પચાવી પાડવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મિલકત બાબતે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં, સામેવાળા પક્ષે ગેરકાયદેસર રીતે જેસીબી અને ટ્રકનો ઉપયોગ કરીને મકાન તોડી પાડ્યું હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.

ફરિયાદી નિલેશભાઈ છગનભાઈ પટેલના જણાવ્યા મુજબ, ધામડોદ ખાતે આવેલી તેમની મિલકતનો વિવાદ લાંબા સમયથી કોર્ટમાં પ્રક્રિયા હેઠળ છે. આમ છતાં, આજે તા. ૧૨/૦૩/૨૦૨૬ ના રોજ રાજેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, ગુણવંતભાઈ ઠાકોરભાઈ પટેલ અને અન્ય આરોપીઓએ મિલકત પર હુમલો કરી મકાન તોડી પાડ્યું હતું. એટલું જ નહીં, મકાનમાં રહેલો કિંમતી સામાન પણ ટ્રકોમાં ભરીને ચોરી કરી સગેવગે કરી દેવામાં આરોપ લગાવ્યો

વાહનોના નંબર અને આરોપીઓની ઓળખ છતી

JCB/મશીન: GJ19AH 2495 અને GJ 01LQ9934

ટ્રક: GJ23 AW 1184 (જેનો ઉપયોગ માલસામાન ચોરી કરવા માટે થયો હોવાનો આક્ષેપ છે)

ફરિયાદીએ હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી, ઘટનાસ્થળે વપરાયેલા તમામ વાહનો જપ્ત કરવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી છે.

શું સુરત રૂરલ પોલીસ હવે આ મામલે ગંભીરતા દાખવશે કે પછી સામાન્ય નાગરિકોએ પોતાની મિલકત બચાવવા માટે લાચાર બનવું પડશે? તે હવે જોવાનું રહ્યું.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા:-કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!