SURATSURAT CITY / TALUKO

વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લઈને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સમર્પિત કર્યા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટી (L&T) પ્લાન્ટની મુલાકાત લઈને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું.

વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી.

આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી. તેમાં ₹13,926 કરોડના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ₹4,852 કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર દોહરાવ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. તેમના અનુસાર, ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.

હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાજપને મળેલું સમર્થન ઐતિહાસિક રહ્યું છે અને અનેક જૂના રેકોર્ડ તૂટી ગયા છે.

તેમણે કહ્યું કે લાંબા સમય સુધી એક પક્ષને સતત જનસમર્થન મળવું લોકશાહીમાં મહત્વપૂર્ણ ઘટના છે. આ પરિણામોને સરકારની કામગીરી પ્રત્યે જનવિશ્વાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ચાલેલી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે.

તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનું પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવ્યું હતું. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!