
ઝઘડીયા તાલુકાના રતનપોર નજીક સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના ટાયરોમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી,


ટાયરોમાં આગ લાગવાથી એક પછી એક ધડાકા થયા…
ઝઘડિયા તાલુકાના રતનપોર નજીક સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના ટાયરોમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા રતનપોર ગામના યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોતાની પ્રાઇવેટ ગાડીઓમાં પાણી ભરી લાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા છતાં પણ બેકાબુ બનેલી આગ ન ઓલવાતા “કપ્પન ગ્રુપ” સાથે સંકળાયેલા અસફાક મલેક તેમજ રતનપોર ગામના અન્ય યુવાનોએ નજીકમાંથી ટ્રેક્ટરમાં પાણી ભરી લાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યું હતું, કોઈપણ સ્વાર્થ વિના એક અજાણ વ્યક્તિની વહારે આવી રતનપોર ગામના યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ટ્રકને મોટું નુકશાન થયું હતું



