સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદ પટેલો પર કરી ગંભીર ટિપ્પણી
સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહે છે. ત્યારે આ વખતે રાજકોટ નજીક આવેલા સરધારના સ્વામિના નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે. નિત્યસ્વરૂપદાસજીએ પટેલ સમાજને લઈને નિવેદન આપ્યું છે. જેમાં તેણે પટેલ સમાજની બુદ્ધિની તુલના અન્ય સમાજ સમક્ષ નિમ્ન ગણાવી છે. જેથી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિવાદીત વીડિયો સાથે અરજી કરવામાં આવી છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજી દ્વારા મહુવામાં યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેણે કહેલું કે, 100 પટેલિયા ભેગા થાય ત્યારે 1 વાળી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણીયા ભેગા થાય ત્યારે 1 ઠક્કર જેટલી બુદ્ધિ થાય તેવી વિવાદીત વાત સ્વામીએ કરી હતી.
સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુઃભાઈ હોવાનું લાગતા આ બાબતે સ્વામી સામે કાર્યવાહી કરવા બાબતે બાબુભાઈ ગજેરાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બાબુ ગજેરાએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અમૂક આવા સાધુઓના કારણે બદનામ થઈ રહ્યો છે. ત્યારે આવા સ્વામિ સામે આકરી કાર્યવાહી થાય તે હેતુથી આ અજી કરવામાં આવી છે.