SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat : પાંચ વર્ષના બાળક જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરતના પાંડેસરા વિસ્તારમાં માસુમ પાંચ વર્ષના બાળક જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે. માસુમ બાળક પોતાના ઘર બહાર રમતો હતો તે વેળાએ નરાધમ આરોપી સમોસા ખવડાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદ ભોગ બનનાર બાળકના પિતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.50 સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં રહેતા પરિવારનો માસુમ પાંચ વર્ષનો બાળક ગત 25મી નવેમ્બરના રોજ પોતાના ઘર બહાર રમી રહ્યો હતો. જે વેળાએ અજાણ્યો શખ્સ અહીં આવી ચઢ્યો હતો અને બાળકને સમોસા ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. ઘર બહાર રમી રહેલું બાળક અચાનક ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી.ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતાં પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે અપરણ નો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે પાંડેસરા પોલીસની ટીમે તપાસ કરતા અજાણ્યો શખ્સ માસુમ પાંચ વર્ષના બાળકને પોતાની સાથે પાંડેસરાના ગોવાલક રોડ તરફ લઈ જતો નજરે પડ્યો હતો.જે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ કરતા ગોવાલક રોડ ઉપરથી માસુમ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.તબીબી તપાસમાં માસુમ બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગોવાલક રોડ ઉપર આવેલ દુકાનો અને ઘરોના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી. જ્યાં આરોપી સાગર પરશુરામ બહેરા નામના શખ્સ દ્વારા માસુમ જોડે આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસની ટિમો દ્વારા આરોપી ભાગી છૂટે તે પહેલાં તાત્કાલિક ધોરણે તપાસ કરી ઉધના વિષ્ણુનગર ખાતેથી સાગર પરશુરામ બહેરા નામના નામના મૂળ ઓરિસ્સાવાસી શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘર બહાર રમતા બાળકનું સમોસાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. પોતાનામાં સળવળતો હવસનો કીડો સંતોષવા નરાધમ માસુમ બાળકને ઉધના સોનલ રોડ ઉપર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો.ત્યારબાદ અહીં આવેલા એક બંધ મકાનમાં માસુમ બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના શિમોલિયા તાલુકાના પુનિયારી ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું.આમ, પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!