SURATSURAT CITY / TALUKO

સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી સુમુલ ડેરી દ્વારા કોબા શાળા માં ચિત્ર સ્પર્ધા યોજાય.

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કોબા પ્રાથમિક શાળામાં સુમુલ ડેરી દ્વારા ચિત્રસ્પર્ધા યોજાઈ. કોબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુમાર અને કન્યાઓએ ભાગ લીધો હતો . ચિત્ર સ્પર્ધા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર ડેરી ના સભ્યો ચિત્રો સમજાય તે પહેલાં સમગ્ર પશુઓ પ્રત્યે પ્રેમ અને દયાની લાગણી સમજણ આપી. શિક્ષક મિત્રો અને સુરત જિલ્લા પંચાયત સુમુલ ડેરી ના સાહેબ શ્રી દ્વારા આજરોજ પ્રાથમિક શાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધા પૂર્ણ થતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. બાળકોને ચિત્રસ્પર્ધા દ્વારા આપણા જે પશુઓ છે એની ખૂબ ઉંડાણ પૂર્વક જ્ઞાન આપવામાં આવ્યો. અને સાથે દરેક પશુઓને એનો ખોરાક અને નો આહાર કેવો હોવો જોઈએ એનો જ્ઞાન આપવામાં આવ્યો. આચાર્યશ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા દરેક પશુઓના વિભાગ વાઇસ અલગ-અલગ પશુઓના નામ અને એનો ખોરાક એનો દૂધ એનો ઉપયોગિતા એના વિશે ખૂબ ઝીણવટ પૂર્વક વાત કરવામાં આવી. અને સાથે શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા આ ચિત્ર સ્પર્ધામાં ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી.

Back to top button
error: Content is protected !!