PALSANASURAT

સુરત ગ્રામ્ય: પલસાણા પોલીસે દસ્તાન ગામની સોસાયટીમાંથી ₹2.56 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાની સૂચના અને બારડોલી વિભાગના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ઝીલરીયા અને તેમની ટીમે પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

ગઈકાલ તારીખ 08/04/2026 ના રોજ પલસાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ કર્મીઓ નિકેતકુમાર, નિલેશભાઇ અને વિષ્ણુભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, દસ્તાન ગામની સીમમાં આવેલ ‘શ્રી વિનાયક વિલા સોસાયટી’ના મકાન નંબર 87 માં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસે મકાનમાં રેડ પાડતા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

વિદેશી દારૂ: અલગ-અલગ બ્રાન્ડની નાની બોટલો અને ટીન બીયર મળી કુલ 1152 નંગ.

કુલ કિંમત: અંદાજે ₹2,56,800/-.

આ મામલે પલસાણા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો મંગાવનાર અને સંતાડનાર શખ્સોને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ કામગીરીમાં પી.આઈ. બી.ડી. ઝીલરીયા સાથે હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર, અમૃતભાઇ તથા કોન્સ્ટેબલ જીગરભાઇ, નિલેશભાઇ, વિક્રમભાઇ, સંજયભાઇ, વિષ્ણુભાઇ અને મહિપાલસિંહ જોડાયા હતા.

સુરત ગ્રામ્ય પોલીસની આ સતર્કતાને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ

Back to top button
error: Content is protected !!