KAMREJSURATSURAT CITY / TALUKO

ગામની ગંદકી ગામમાં જ? શેખપુર ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી

શેખપુર (કામરેજ): સ્વચ્છ ભારત મિશનના નારાઓ વચ્ચે કામરેજ તાલુકાનું શેખપુર ગામ અત્યારે પંચાયતની અણઘડ નીતિને કારણે ચર્ચામાં આવ્યું છે. ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શિરે છે, એ જ ગ્રામ પંચાયત દ્વારા ગામનો તમામ કચરો ઉઘરાવીને ગામની ભાગોળે અથવા ગામની અંદર જ ખુલ્લી જગ્યામાં એકત્ર કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

 

શું છે સમગ્ર મામલો?

ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, પંચાયત દ્વારા ડોર-ટુ-ડોર કચરો તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે તેને ગામની હદમાં જ ઠાલવી દેવામાં આવે છે.

* ગંદકીનું સામ્રાજ્ય: કચરાના ઢગલાઓને કારણે આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે.

* રોગચાળાનો ડર: ખુલ્લામાં પડેલા આ કચરામાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધતા ગ્રામજનોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવવાનો ફાળો પેસી ગયો છે.

* તંત્રની આળસ: નિયમ મુજબ કચરાને ડમ્પિંગ સાઈટ પર લઈ જવો જોઈએ, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચાવવા કે આળસને કારણે પંચાયત દ્વારા આ જોખમી ખેલ ખેલાઈ રહ્યો છે.

ગ્રામજનોમાં ભારે રોષ

સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પંચાયત પ્રશાસન મૌન સેવી રહ્યું છે. ચોમાસાની સીઝન નજીક હોય ત્યારે જો આ કચરો પાણીમાં ભળશે તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

પંચાયત વેરો ઉઘરાવે છે પણ સુવિધાના નામે માત્ર ગંદકી આપે છે. કચરો ગામની બહાર લઈ જવાના બદલે અહીં જ નાખી દેવો એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સમાન છે.”

સ્થાનિક ગ્રામજન

સવાલ જે ઉભા થાય છે:

શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરશે?

કચરાના નિકાલ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે?

શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે?

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

 

Back to top button
error: Content is protected !!