
ઓલપાડના મુળદ ગામે બ્લોક નં. ૨૯૫, ૨૯૮ ની કુલ ૭.૩૬ વીંઘા જમીન બિનખેતી કરાવી દીધી અને બ્લોક નં. ૨૯૬ માં ૧.૯૧ વીંઘા જમીન ૭૩ વર્ષથી સંપાદન થયેલ જમીન ૧૧ વર્ષથી અરજદાર ને ન્યાય નહિ મળતા કાઉન્સિલે નહેર કોલોની (સિંચાઈ વિભાગ)ની ૭/૧૨ માં ૯.૨૭ વીંઘામાં નામ નહિ ચઢાવનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારને ફરિયાદ
બોક્ષ : મુળ માલિકે સરકાર પાસેથી સને ૧૯૫૨ અને ૧૯૬૧ માં એવોર્ડ લેવા છતાં બિનખેતી કરાવી ૭.૩૬ વીંઘામાં પ્લોટો પાડી કરોડોનું કૌભાંડ : ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી સરકાર કરશે ખરી…?
બોક્ષ : મૂળ માલિકોએ ૧૯૫૨ અને ૧૯૬૧માં સરકાર પાસેથી વળતર (એવોર્ડ) લીધા છતાં ડી.આઈ.એલ.આર.એ આરટીઆઇ હેઠળ આપેલા જવાબથી ડી.એસ.ઓ. રેકોર્ડ પરથી એવોર્ડ રિલેટેડ પુરાવા ગુમ હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું.
સુરત, [તારીખ ] : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોજે મુળદ ગામે એક ચોંકાવનારું સરકારી જમીન કૌભાંડ સામે આવ્યું છે. સને ૧૯૫૨ અને સને ૧૯૬૧ ના નહેર કોલોની (સિંચાઈ વિભાગ) ના સત્તાવાર એવોર્ડ હેઠળ સંપાદન થયેલી કુલ ૨૨,૦૫૬ ચોરસ મીટર (૯.૨૭ વીંઘા) સરકારી જમીન મહેસુલી રેકોર્ડ (૭/૧૨) પર નહેર ખાતાના નામે ચઢાવવાને બદલે, સરકારી અધિકારીઓ અને જમીન માલિકોની મિલીભગતથી ૭.૩૬ વીંઘા બિનખેતી કરી ખાનગી વ્યક્તિઓને પ્લોટ પાડી વેચી દેવામાં આવી હોવાની લેખિત ફરિયાદ પુરાવાઓ સાથે ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી.
એવોર્ડ છતાં બ્લોક નં. ૨૯૫ (સર્વે નં. ૧૮૦, ૧૮૧, ૧૮૩ માંથી ૧૬,૨૮૯ ચો.મી.), બ્લોક નં. ૨૯૬ (સર્વે નં. ૧૮૨ માંથી ૪,૫૫૩ ચો.મી.) અને બ્લોક નં. ૨૯૮ (સર્વે નં. ૧૮૯ માંથી ૧,૨૧૪ ચો.મી.) મળી કુલ ૨૨,૦૫૬ ચો.મી. જમીન નહેર કોલોની માટે સંપાદિત થઈ હતી. મૂળ માલિકોએ સરકારમાંથી વળતર (એવોર્ડની રકમ) મેળવી લીધી હોવા છતાં, ભ્રષ્ટ તંત્ર દ્વારા ૭/૧૨ માં નામ દાખલ કરવામાં આવ્યું નથી.
સરકારી જમીન હોવા છતાં આ બ્લોકોનું ખોટી રીતે બિનખેતી કરાવી, ૭/૧૨ ના પાનિયા છૂટા પાડી પ્લોટો વેચી દઈ સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. RTI હેઠળ માંગવામાં આવતા ડી.એસ.ઓ. રેકોર્ડ પરથી એવોર્ડ રિલેટેડ પુરાવા સરકારી રેકોર્ડ પરથી ગુમ હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું.
આ બ્લોકનું કૌભાંડ હદ ઓળંગતા, ૨૩/૦૪/૨૦૧૨ ના રોજ અવસાન પામેલ અશ્વિનભાઈ કીકાભાઇ ના નામે ૨૯/૦૧/૨૦૧૩ ના રોજ ખોટી સહીઓ કરી નકલી અરજી દ્વારા સરકારી સુધારા હુકમો મેળવી જમીનની બારોબાર તબદિલી કરવાનું ફોજદારી કૃત્ય આચરવામાં આવ્યું છે.
લાયસન્સ સર્વેયર અતુલ ખડસે અને તાલુકા સર્વેયર સમીર જોષી દ્વારા સ્થળ સ્થિતિથી વિપરીત અને ક્ષેત્રફળમાં વ્યાપક વિસંગતતા ધરાવતી ખોટી માપણી શીટો (દુરસ્તી પત્રક નં. ૭૫ અને ૭૮) બનાવી ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રીના વિનામૂલ્યે માપણીના આદેશથી માપણી કરાવી છતાં તેની અવગણના કરી, દોષિતોને બચાવવાના બદઈરાદાથી નહેર ખાતાના કાર્યપાલક ઇજનેર સતીષ પટેલ દ્વારા સરકારી તિજોરીમાંથી રૂ. ૫૨,૫૦૦/- ભરી ફેરમાપણી કરાવી જનતાના નાણાંનો વ્યય કરવામાં આવ્યો હતો.
જેથી અરજદાર હેમલત્તાબેન હસમુખભાઈ પટેલ અને હસમુખભાઈ મગનભાઈ પટેલની રજુઆતને ધ્યાનમાં રાખી ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ હ્યુમન રાઈટ્સ કાઉન્સીલના રાષ્ટ્રીય અધ્યક્ષ અશ્વિન ઠક્કર દ્વારા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, વિભાગીય મંત્રી અને સચિવ, ઓલપાડ ધારાસભ્ય, સાંસદ સભ્ય અને કલેકટરશ્રીને પણ લેખીત રજુઆત કરવામાં આવી કે ૭૩ વર્ષથી સંપાદન થયેલ જમીન ૯.૨૭ વીંઘા જમીન આજદિન સુધી ૭/૧૨ માં નામ ચઢાવવામાં આવ્યું નથી. સંપાદિત થયેલી તમામ ૨૨,૦૫૬ ચો.મી. જમીન તાત્કાલિક ૭/૧૨ માં નહેર ખાતા (સિંચાઈ પેટા વિભાગ, કીમ) ના નામે ચઢાવવામાં આવે. છેલ્લા ૧૧ વર્ષથી અરજદારો સરકારી કચેરીમા રજૂઆત કરવા છતાં આ કૌભાંડમાં સામેલ તમામ ભૂમાફિયાઓ અને મિલીભગત કરનાર સરકારી અધિકારીઓ/સર્વેયરો વિરુદ્ધ ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ-૨૦૨૦’ તેમજ ફોજદારી (IPC/BNS) કલમો હેઠળ તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે તેમજ જનતાના નાણાંનો દુરુપયોગ કરનાર કાર્યપાલક ઇજનેર સામે ખાતાકીય તપાસ કરી રૂ. ૫૨,૫૦૦/- ની રકમ તેમના અંગત ભંડોળમાંથી વસૂલવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.

જો દિન – ૯૦ માં અધિકારી દ્વારા ૭/૧૨ માં નહેર ખાતા (સિંચાઈ પેટા વિભાગ, કીમ) ના નામે ચઢાવવામાં ન આવે તો કાઉન્સીલ દ્વારા હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરી અરજદારને ન્યાય અપાવવા પ્રયત્ન કરશે.
બોક્સ :- સુરત ડી.આઈ.એલ.આર. દ્વારા ત્રણ વાર એન્ટ્રી અને ઈ-ધરા નાયબ મામલતદાર, ઓલપાડ દ્વારા ૭/૧૨ ની ક્ષેત્રફળમાં વિસંગતતાના લીધે એન્ટ્રી ના મંજૂર કરનાર અધિકારી પર કોઈ કાર્યવાહી કરશે ખરી…?




