OLPADSURAT

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી.

પ્રાથમિક શાળા કોબા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ, તલાટી કમ મંત્રીશ્રી, પંચાયતના સભ્યો, ગીર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, ગામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાનુભાવોએ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત

Back to top button
error: Content is protected !!