સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલા મોબાઇલ ફોન 10 શોધી કાઢી પરત કર્યા.
કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.1,83,999 નો મુદ્દામાલ કબજે કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યા.
તા.04/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.1,83,999 નો મુદ્દામાલ કબજે કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યા. – ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ આ પોર્ટલનો સુરેન્દ્રનગર જીલ્લામા વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજા સાહેબ સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઈ એ. જે. સોલકી નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મહિલા પો.હે.કો બિદુંબા પી ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ તથા પો.કો. પરેશભાઈ સાકરીયા સહિતનાઓએ જે અન્વયે ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડ્યુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી અરજદાર વિરેન્દ્રસિંહ ઝાલા રહે, સુરેન્દ્રનગર, વિષ્ણુભાઈ કાંતિભાઈ દેલવાડીયા રહે, સુરેન્દ્રનગર, પ્રદીપભાઈ ભરતભાઈ મેણીયા રહે, સુરેન્દ્રનગર, કુલદીપભાઈ મનુભાઈ વડેલીયા રહે, સુરેન્દ્રનગર, રમેશભાઈ દાનુભાઈ અસ્વાર રહે, સુરેન્દ્રનગર, કાનાભાઇ ખોડાભાઇ સિંધવ રહે, સુરેન્દ્રનગર, રાજ રમેશભાઈ પઢેરીયા રહે, સુરેન્દ્રનગર, વિજયભાઈ નાનજીભાઈ ગોકળીયા રહે, સુરેન્દ્રનગર, અનસ યુસુફભાઈ શેખ રહે, સુરેન્દ્રનગર, અલ્પેશભાઈ ચંદુભાઈ રહે, સુરેન્દ્રનગર સહીતના અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૧૦ જેની આશરે કિ.રૂ.૧,૮૩,૯૯૯ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.