MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના તળાવીયા શનાળા ગામે યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબીના તળાવીયા શનાળા ગામે યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના તળાવીયા શનાળા ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે રોડ ઉપર બે શખ્સો યુવકની ગાડી પાસે આવી યુવકના ગળે છરી રાખી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રહેવાસી અને હાલ મોરબીના મહેન્દ્રનગરમા ઉમા ટાઉનશિપમાં, ક્રાંતિ જ્યોત -બી, બ્લોક નં -૩૦૪મા રહેતા કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયા (ઉ.વ.૩૫) એ આરોપી હોન્ડા સાઈન, મોટર સાયકલ નં -GJ-36-D-5683 મા આવેલ અજાણ્યા બે માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ હતી બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદી તથા તેના મિત્ર ધવલભાઇ એમ બંને જણા આઇ-૨૦ ગાડી નંબર- GJ36R-1426 ગાડીમાં મોરબી આવતા હોય ત્યારે તળાવીયા શનાળા- ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે પહોંચતા, સામેથી રોંગ સાઇડમાં હોન્ડા સાઇન, મોટર સાયકલ નંબર-GJ36D-5683 માં બે માણસો આવતા, જેમા પાછળ બેઠેલ માણસે ફરીયાદી પાસે આવી, ફરીયાદીની ગાડીમાં બોનેટ ઉપર બોકસ પછાડી, આરોપીએ છરી ફરીયાદીના ગળા પાસે રાખી, ભુંડી ગાળો બોલી, જાનથી પતાવી દેવાની ધમકી આપતા, ફરીયાદીએ હાથ આડો રાખતા, ફરીયાદીની જમણા હાથની ત્રીજી આંગળીમાં સામાન્ય ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૪,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!