ચોટીલાના મહાવીરપુરમ જૈન તીર્થની 25 વર્ષ જૂની ગેરકાયદેસર જમીન પોલીસે માત્ર 24 કલાકમાં ખાલી કરાવી

તા.06/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરીયા સાહેબ ચોટીલા ડીવીઝન નાઓએ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે રોડ પર આવેલ મહાવીરપુરમ જૈન તીર્થે પર છેલ્લા ૨૫ વર્ષેથી ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ કરેલ હોય તેવુ ધ્યાને આવતા આ બાબતે ગેરકાયદેસર બાંધકામ કરનારા ઈસમ વિરૂધ્ધ કાયદેશરની અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરી કબ્જો ખાલી કરવા સુચન કરેલ હોય જે અન્વયે આણંદપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. કે. રાઠોડ સાહેબ નાઓએ આ બાબતે કડક કાર્યવાહી કરતા ચોટીલા મહાવીરપુરમ તીર્થે પર છેલ્લા ૨૫ વર્ષેથી કરેલ કબ્જો ખાલી કરાવીને કબ્જો કરેલ બાંધકામ તોડી પાડી માત્ર ચોવીસ કલાકમા માથાભારે શખ્સોના કબ્જામાથી જમીન છોડાવીને તીર્થે સ્થાન ટ્રસ્ટને પરત અપાવતા જૈન સમાજમા આનંદની લાગણી ફેલાયેલ હતી આ તકે ટ્રસ્ટીઓએ જીલ્લા પોલીસ વડા ડેલુ સાહેબનો પત્ર દ્રારા આભાર વ્યક્ત કરીને રાજીપો વ્યક્ત કરતા કહેલ કે આપની સમયસર અને દ્રઢ કાર્યવાહીથી ધાર્મીક અને જાહેર સંપતીનુ રક્ષણ થવાની સાથે કાયદો વ્યવસ્થામા પ્રજાનો વિશ્વાસ મજબુત થાય છે પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનુ અનુભવાય છે સંસ્થા દ્રારા હ્રદયથી આભાર વ્યક્ત કરવામા આવેલ હતો આમ પોલિસ દ્રારા એક ધાર્મીક સ્થળને ગેરકાયદેસર કબ્જા માથી છોડાવતા ધર્મપ્રેમી માણસો દ્રારા આ કામગીરીને બિરદવવામાં આવેલ છે.




