SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અમદાવાદ ઝડતી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન 5 મોબાઇલ મળી આવ્યાં.

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની મધ્યમાં આવેલી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે જેલ એન્ડ સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના આદેશ અનુસાર ઝડતી સ્ક્વોડના જેલર દ્વારા સુરેન્દ્રનગર સબ જેલમાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલ પરિસરમાંથી અલગ અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવેલા કુલ પાંચ બિનવારસી મોબાઇલ ફોન મળી આવતા જેલ પ્રશાસન અને કેદી આલમમાં ભારે દોડધામ મચી ગઈ છે અમદાવાદથી આવેલી ખાસ ઝડતી સ્ક્વોડના જેલર ડી. આર. કરંગીયા તથા સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર સબ જેલની એકેયમાં મોબાઇલ સીમકાર્ડ ન મળ્યું ચેકિંગમાં બેરેકોની બહાર ખુલ્લી જગ્યામાંથી, દીવાલના ખૂણામાંથી તેમજ માટીમાં દાટી રાખેલી હાલતમાં મળી આવેલા કુલ પાંચ બિનવારસી મોબાઇલ ફોનમાં સ્માર્ટફોન તેમજ કીપેડ ફોનનો સમાવેશ થાય છે તમામ ફોન સીમકાર્ડ વગરના મળી આવ્યા છે બેરેકો અને ખુલ્લી જગ્યાઓમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ તપાસ દરમિયાન જેલના યાર્ડમાં આવેલી જુદી-જુદી જગ્યાએથી અલગ-અલગ કંપનીના સીમકાર્ડ વગરના પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!