SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ વાણંદ સમાજ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.

તા.05/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વાણંદ સમાજ કેળવણી મંડળ શિક્ષણ પ્રોત્સાહન અને સન્માન સમારોહ 2026 નો કાર્યક્રમ ગઈકાલે સી. યુ. શાહ મેડિકલ હોલ ખાતે વઢવાણ વાણંદ સમાજ દ્વારા એક ભવ્ય ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને સમાજના લોકોને એક મંચ પર એકત્રિત કરવાનો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો અને સંતો મહંતો જેમાં વઢવાણ લીમ્બચ ભવાની મંદિરના મહંત શ્રી ઋષિદાસજી મહારાજ તથા રામ‌ મહેલ મંદિરના મહંત શ્રી અંકિતદાસ બાપુ તેમજ ગણપતિ ફાટસર મંદિરનાં મહંત શ્રી રામશ્રયદાસજી બાપુ અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા મહેશ દવે (નિવૃત્ત જેલર) તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ તેમજ નામી અનામી મહેમાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આ સમારોહમાં બાલમંદિરથી લઈને ૧૦, ૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત, સમાજની ઉત્થાન અને પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં 300 થી વધુ ભાઈઓ તથા બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતાં અંતે સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળ બનાવવા માટે વઢવાણ વાણંદ સમાજ કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને યુવા મંડળ અને કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!