SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ

વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા અવસરે "સરકાર તમારા દ્વારે" અભિગમ હેઠળ એક જ પ્લેટફોર્મ પરથી નાગરિકોને મળ્યો સરકારી યોજનાઓનો સીધો લાભ

તા.15/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા અવસરે “સરકાર તમારા દ્વારે” અભિગમ હેઠળ એક જ પ્લેટફોર્મ પરથી નાગરિકોને મળ્યો સરકારી યોજનાઓનો સીધો લાભ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારની ઉત્તર ઝોન કચેરી, મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી પહોંચાડી શકાય તે હતો આ પ્રસંગે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે આ ૧૨ વર્ષોમાં વડાપ્રધાનએ દેશને એક અત્યંત પારદર્શક અને લોકાભિમુખ વહીવટ આપ્યો છે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે વડાપ્રધાન પોતે ‘ગેરંટર’ બનીને રૂ. ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડી રહ્યા છે આ ઉપરાંત, ગરીબ અને મધ્યમ વર્ગનું પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે આર્થિક સહાય અને દીકરીઓના લગ્ન પ્રસંગે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકી છે મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે ગંભીર બીમારીના સમયે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે તે માટે દરેક વ્યક્તિ પોતાનું ‘આયુષ્માન કાર્ડ’ અચૂક કઢાવી લે સુશાસન પખવાડિયાના ભાગરૂપે ૫ જૂનથી ૨૧ જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ અંતર્ગત વડાપ્રધાનની અપીલને માન આપીને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫ લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે આ સાથે જ આગામી ૨૧ જૂને ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે જિલ્લામાંથી ૧ લાખથી વધુ લોકો યોગના કાર્યક્રમમાં જોડાય તેવું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ ‘જનકલ્યાણ શિબિર’ એ ખરા અર્થમાં ‘સરકાર તમારા દ્વારે’ ના અભિગમનું જીવંત ઉદાહરણ છે વડાપ્રધાન તરીકે મોદી સાહેબના આ ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના રહ્યા છે તેમણે ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે પીએમ સ્વનિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ સૂર્યઘર અને ૧૦ લાખ સુધીની મફત સારવાર આપતી આયુષ્માન ભારત યોજના જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ‘જનકલ્યાણ શિબિર’માં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, અગ્રણી દેવાંગ રાવલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!