વઢવાણના રામપરા ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી વાહનવ્યવહાર બનશે વધુ સુલભ

તા.18/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી વાહનવ્યવહાર બનશે વધુ સુલભ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની ૩૨ જિલ્લા પંચાયત બેઠકો પર ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ રહી છે જેમાં વઢવાણ તાલુકાની વસ્તડી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવેલી રામપરા પ્રાથમિક શાળા ખાતે આયોજિત શિબિરમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના અને સામાન્ય નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવાનો અને તેમને મળવાપાત્ર તમામ સીધા લાભો ઘરઆંગણે જ પૂરા પાડવાનો છે ગ્રામજનોને વિવિધ સરકારી દાખલા મેળવવા કે યોજનાકીય ફોર્મ ભરવા માટે તાલુકા મથકના ધક્કા ન ખાવા પડે અને સમગ્ર વહીવટી તંત્ર સામે ચાલીને લોકોના દ્વાર સુધી પહોંચે તે માટેનો આ એક નવતર અને પ્રશંસનીય પ્રયોગ છે ગામના વિકાસ અને માળખાગત સુવિધાઓની વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટર લાંબો, પહોળો અને આધુનિક રસ્તો દિવાળી પછી તૈયાર થઈ જશે જેનાથી આ વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સુલભ અને ઝડપી બનશે. વર્ષો જૂની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અંગે ખાતરી આપતાં તેમણે જણાવ્યું કે હવે ગામના તળાવોને નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે, જેથી સિંચાઈની સુવિધામાં મોટો સુધારો થશે આ સાથે જ તેમણે નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરતાં જણાવ્યું કે, નર્મદાનું પાણી લિફ્ટ કરવા પાછળ સરકાર દર મહિને રૂ. ૨૫ થી ૩૦ કરોડનું વીજ બિલ ભરે છે, તેથી પાણી એ આપણી કિંમતી સંપત્તિ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો ચિતાર આપતાં તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ અને ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપીને મોટી રાહત પૂરી પાડવામાં આવી રહી છે આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવે છે ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. ૧ લાખ સુધીની સબસિડી તેમજ ખેતીના અન્ય સાધનોમાં પણ આર્થિક સહાય આપવામાં આવે છે ગામડાંઓને શહેર જેવી સુવિધાઓ મળે તે માટે પાકા રસ્તા, ગટર લાઈન અને સ્ટ્રીટ લાઈટ માટે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે આ શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ગામમાં હરિયાળી વધે તે માટે ગ્રામજનોને વૃક્ષોના રોપા પણ વિતરિત કરાયા હતા કાર્યક્રમ દરમિયાન આઈ.સી.ડી.એસ. વિભાગના બહેનો દ્વારા જુદી જુદી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડીયા, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ અંબારામભાઈ દેવૈયા, ગામના સરપંચ શ્રી દિનભા ચાવડા સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાબેન શિરોયા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




