સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો.
પલાસા ગામની આસપાસના ૦૫ જેટલા ગામનાં ૯૭ જેટલા લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ
તા.18/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પલાસા ગામની આસપાસના ૦૫ જેટલા ગામનાં ૯૭ જેટલા લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ
સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી “સ્વામિત્વ યોજના” અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મૂળી તાલુકામાં શ્રી પલાસા પ્રાથમિક શાળા, પલાસા ગામ ખાતે યોજાયો હતો જેમાં આસપાસના ૦૫ જેટલા ગામનાં ૯૭ જેટલા લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલના કારણે નાગરિકોને મિલકતના હક્ક સરળતાથી અને ઘર આંગણે જ મળી રહ્યા છે અને સંપત્તિના હક્કો મેળવવા માટેની તેમની રઝળપાટ દૂર થઈ છે આજે પદાધિકારીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ માત્ર ઓફિસમાં બેસી ન રહેતા લોકો વચ્ચે જઈ તેઓના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ લાવી રહ્યા છે છેવાડાના માનવી સુધી કલ્યાણકારી લાભો પહોંચે અને વિકાસના ફળો દરેક લોકો ચાખી શકે તે માટે હર હંમેશ પ્રયત્નશીલ રહી સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા સમાહર્તા કેયુર સી. સંપટે સ્વામિત્વ યોજના વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય, સર્વે ઓફ ઈન્ડિયા (SoI), રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગી પ્રયાસોથી “સર્વે ઓફ વિલેજિસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રુવાઈઝ્ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ (SVAMITVA)” યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે આ યોજના થકી મિલકત સંબંધિત વિવાદો ઘટશે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી અને પ્રોપર્ટી ટેક્સના વધુ સારા આકારણીની સુવિધા થકી ગ્રામ્ય વિસ્તારનું માળખું સુદ્રઢ બનાવી શકાશે શહેરની માફક જ જે તે વ્યક્તિને પોતાની મિલકતના હક્કો અને સચોટ આધાર પુરાવો મળી રહેતા જરૂરિયાતના સમયે સરળતાથી બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ પણ મેળવી શકશે આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ એમ. તન્નાએ પ્રસંગોચિત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “સ્વામિત્વ યોજના” શરૂ કરવામાં આવી છે આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક્ક પારદર્શી રીતે પૂરો પાડે છે મિલકતને લઈને કુટુંબમાં વાદ-વિવાદ થતા હતાં તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા ઉપરાંત આ કાર્ડના બદલામાં તેમને લોન અને અન્ય નાણાકીય લાભો આપીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના બેવડા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે જે અન્વયે ગ્રામજનોને તેમની મિલકતની માલિકીનું પ્રમાણપત્ર મળે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાનના વક્તવ્યનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તેમજ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતા તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે ગામનાં સરપંચ, પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, જમીન દફતર જિલ્લા નિરીક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, શાળાનાં આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં અત્રે નોંધનીય છે કે, “સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપીંગ વિથ ઈમ્પ્રોવાઇઝ્ડ ટેક્નોલોજી ઈન વિલેજ એરિયા (સ્વામિત્વ)” યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કતના નકશા બનાવી મિલ્કત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક્ક (પ્રોપર્ટીકાર્ડ/ માલિકીનો દસ્તાવેજ) આપવામાં આવે છે લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકશે જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવશે સંપત્તિ કરનું ચોકકસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે આ યોજના અંતર્ગત તૈયાર થયેલા જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ ભવિષ્યને લક્ષમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે.