સુરેન્દ્રનગર મનપા ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

તા.05/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે મહાનગરના વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહાનગર પાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાપાનેરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં શહેરમાં ચાલી રહેલા માર્ગ વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓ, જનહિતલક્ષી વિકાસકાર્યો તથા અન્ય માનવાધીય પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી વિકાસકાર્યો ગુણવત્તાસભર રીતે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ નાગરિકોને તેનો મહત્તમ લાભ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ ડ્રેનેજ, સફાઈ, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની આવશ્યક સેવાઓ વધુ અસરકારક બને અને યોગ્ય સમયમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજન કરીને કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી આ તકે નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરના સર્વાંગી અને સુસંયોજિત વિકાસ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સતત કાર્યરત રહી, જનતાની અપેક્ષાઓને અનુરૂપ વિકાસની ગતિને વેગ આપવા તથા દરેક નાગરિક સુધી ગુણવત્તા સભર સુવિધાઓ પહોંચે તે માટે સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ છે.



