સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર સહિત ટીમે સ્થળ મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી

તા.29/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીએ આજે પદ સંભાળ્યાના પ્રથમ જ દિવસે મહાનગર પાલિકા વિસ્તારમાં ઉત્તર ઝોનમાં નવનિર્માણ પામનાર શાક માર્કેટ તથા ધોળીધજા ડેમની સ્થળ મુલાકાત લીધી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કોઈપણ પ્રકારની પાણીની અછત ન વર્તાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ધોળીધજા ડેમ ખાતે મોટર તથા પાણીના વાલ્વ ફિટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે મેયરએ ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું વધુમાં અંદાજે રૂ. ૯ કરોડના ખર્ચે ઉત્તર ઝોન ખાતે નિર્માણ પામી રહેલા હોકર્સ ઝોન-શાક માર્કેટના કામને વ્યવસ્થિત, ગુણવત્તાયુક્ત અને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના કરાયું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેર કે. આર. ચૌહાણ અગ્રણી સર્વશ્રી દેવાંગભાઈ રાવલ (શહેર ભાજપ પ્રમુખ), જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ સહિત અન્ય કોર્પોરેટરઓ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




