CHOTILAMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ કુલ વિદેશી દારૂ-બીયરની 57113 બોટલનો નાશ કરાયો.

તા.14/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણા નાઓના અઘ્યક્ષ સ્થાને મુળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો તથા બીયરનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી ગૃહ વિભાગના તારીખ 15/07/2007 ના ઠરાવ ક્રમાંક નશઘ/2007/318/ઇ.1 ના ઠરાવથી પરપ્રાંતીય વિદેશી દારૂ નાશ કરવા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કમિટીના અઘ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે પરપ્રાંતીય વિદેશી દારૂ / બીયરની બોટલો નંગ 57113 બોટલો મુદ્દામાલની કિંમત રૂ.1,57,89,949 ના મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો વધુમાં પાથરેલ વિદેશી દારૂ ની બોટલો બિયર ઉપર ત્રણ વાર રોડર ફેરવી કોઈ દારૂની બોટલ નાશ કરવાની રહી જવા પામેલ નથી તે અંગે ખાત્રી કરવામાં આવી હતી અને આ અંગે પાણી પુરવઠાને સંપની બાજુમાં સરકારી ખરાબો ખાટડી રોડ મુળી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લા પાસે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!