SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં નવી શાકમાર્કેટના નિર્માણના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો

તા.14/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાકમાર્કેટના નિર્માણ કાર્યના ભૂમિ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિકાસલક્ષી કાર્યની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટરો હરપાલસિંહ લીંબડ, વનરાજસિંહ સોલંકી, શ્રીમતી સ્મિતાબેન રાવલ અને નેહલબેન માળી સહિત નરેન્દ્રસિંહ પરમાર, દાદભા રાઠોડ, વિજયસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ લીંબડ, રાજુભાઈ માળી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ વ્યક્ત કર્યું કે અંદાજે 4.21 કરોડના ખર્ચે તૈયાર થતી આ નવી શાકમાર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

Back to top button
error: Content is protected !!