SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ભાડે કાર લઈ જઈ ભાડું અને કાર પરત ન કરતાં કાર માલીકને પોલીસે ગણતરીના કલાકોમાં કાર પરત અપાવી

તા.29/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત અરજી આપેલ કે તેમની અર્ટીગા ગાડી નં GJ 02 BD 6713 વાળી આ કામના સામાવાળાને ભાડેથી આપેલ હતી અને આ કામના સામાવાળા ગાડી ભાડે લઇ ગયા બાદ સદરહુ અર્ટીગા ગાડી પરત આપતા ન હતા અને ગાડીનુ ભાડુ પણ આપતા ન હતા અને આ કામના અરજદાર છેલ્લા પાંચ મહિનાથી હેરાન- પરેશાન થતા હતા જેથી પીઆઇ એચ. એચ. જાડેજા નાઓએ અરજદારને સાંભળી ટેક્નિકલ તેમજ માનવીય સૂત્રોના આધારે તપાસ હાથ ધરી અને આ કામના સામાવાળા પાસેથી અરજદારની અર્ટીગા ગાડી રજીનં- GJ- 02- BD- 6713 વાળી પરત મેળવી તેમજ વાહનના ભાડા પેટેની રકમનો ચેક પણ અપાવવામાં આવેલ છે આમ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરીને કારણે છેલ્લા પાંચ મહિનાથી હેરાન થતા અરજદારને માત્ર પાંચ કલાકમાં જ ન્યાય મળ્યો હતો આ કામગીરીમાં જીલ્લા પોલીસ દ્રારા દર્શાવાયેલ સંવેદનશીલતા ઝડપી કામગીરી અને માનવતા ભરેલા અભિગમને કારણે અરજદારને તાત્કાલીક રાહત મળેલ હતી અરજદારને પોતાનુ વાહન પરત અપાવ્યા બદલ અરજદારએ જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી પાર્થ પરમાર સાહેબનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!