SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

રતનપર જોરાવનગર વિસ્તારના નવનિર્વાચિત સભ્યોએ સત્તા સંભાળતાની સાથે જ પ્રજાલક્ષી કાર્યોના શ્રીગણેશ કર્યા્

પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 7 વિસ્તારોમાં નવી પાઈપલાઈન નાખવાની કામગીરીનો પ્રારંભ

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 7 વિસ્તારોમાં નવી પાઈપલાઈન નાખવાની કામગીરીનો પ્રારંભ, ચૂંટણીમાં મતદારોએ આપેલી પ્રચંડ બહુમતીના બદલામાં હવે પ્રતિનિધિઓ એક્શન મોડમાં આવી ગયા છે વિસ્તારની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલગ- અલગ 7 મુખ્ય વિસ્તારોમાં લાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે ચુટાયેલા પ્રતીનીધીએ અનોખી પહેલ શરુ કરી “અમારા મતદારો જ અમારા સાચા પ્રતિનિધિ છે” તેવા સૂત્ર સાથે આ કામગીરીનું ખાતમુહૂર્ત કોઈ નેતા દ્વારા નહીં પરંતુ વિસ્તારના જ વડીલો અને મતદારોના હસ્તે કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રતાપસિંહ બલવીરસિંહ ઝાલા (આયાવાળા) અને સિદ્ધરાજસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી શહેરના મુખ્ય સાત વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવાનું આયોજન હાથ ધરાયું છે જેમાં નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે રામજી મંદિરથી મહાવીર દુગ્ધાલય સુધી, સરકારી દવાખાનાની સામેની 3 લાઇનોમાં, રેલ્વે સ્ટેશન રોડ, સવા હોસ્પિટલ રોડ, કોઝવે રોડથી લુહાર- સુથારની વાડી સુધી, ગુરુ દત્તાત્રેય મંદિર સામેની ગલીઓ, ભગવતી-1 સહિતના વિસ્તારોમા કામગીરી શરુ કરાશે વોર્ડના ચૂંટાયેલા સભ્યો ભાવેશ પ્રજાપતિ, નિખિલ ચાપાનેરી, જશુબેન વેગડ અને સોનલબેન દવેએ સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સભ્યોએ જણાવ્યું હતું કે અગાઉની લાઈનો નબળી હોવાથી લીકેજની સમસ્યા રહેતી હતી પરંતુ હવે નવી ઉઈં લાઇન નાખવાથી પાણીનું ગમે તેટલું ઊંચું દબાણ હશે તો પણ લાઇન લીકેજ થશે નહીં તમામ વિસ્તારોમાં મોટી સાઈઝની પાઈપલાઈન નાખવાની કડક સૂચના આપવામાં આવી છે જેથી છેવાડાના ઘર સુધી પૂરતું પાણી પહોંચી શકે આગામી સમયમાં બાકી રહેલા અન્ય વિસ્તારોમાં પણ નવી લાઈનો નાખીને સમગ્ર વિસ્તારને પાણીની સમસ્યામાંથી મુક્ત કરવાની નેમ સભ્યોએ વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!