ચોટીલા નાયબ કલેક્ટરે સપાટો બોલાવ્યો, રાત્રે 2 વાગ્યે ચોટીલા, થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે ખનનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું.

તા.20/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે જિલ્લાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ અડધી રાત્રે સપાટો બોલાવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે સામાન્ય રીતે સરકારી અધિકારીઓ કચેરીના સમય દરમિયાન કામગીરી કરતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર મધરાતે બે વાગ્યે અચાનક ફિલ્ડમાં ઉતરી પડ્યા હતા અને ચોટીલા, થાનગઢ તેમજ મૂળી તાલુકાના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે ખનનનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.હ મળતી માહિતી મુજબ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મૂળી તાલુકાના રાણીપાટ અને ભેટ ગામે તેમજ થાનગઢ તાલુકાના જામવાળી, વેલાળા અને નળખંભા ગામોમાં આવેલા ગેરકાયદે કુવાઓનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે દોઢ વર્ષ અગાઉ પણ નાયબ કલેક્ટર મકવાણાએ આ જ વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદે કુવાઓ ઝડપી પાડ્યા હતા આ કુવાઓ ફરીથી સક્રિય થયા છે કે કેમ, તેની ખાતરી કરવા માટે તેઓ પોતે રાત્રિના અંધકારમાં તપાસ કરવા પહોંચ્યા હતા આ સરપ્રાઈઝ ચેકિંગનો બીજો મુખ્ય હેતુ સરકારી બાબુઓની કાર્યશૈલી ચકાસવાનો પણ હતો થાનગઢ, ચોટીલા અને મૂળી તાલુકામાં રાત્રિના સમયે ફરજ પર નિયુક્ત કરાયેલી ‘રાઉન્ડ ધ ક્લોક’ ટીમો ખરેખર સ્થળ પર હાજર રહીને પોતાની ફરજ બજાવે છે કે કેમ તેની પણ નાયબ કલેક્ટરે રૂબરૂ ખાતરી કરી હતી મધરાતે વહીવટી વડા દ્વારા કરવામાં આવેલા આ સપાટાને પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ છે જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર નાયબ કલેક્ટરની આ જાંબાઝ ફરજ પરસ્તીના ભારે વખાણ થઈ રહ્યા છે.



