CHOTILASURENDRANAGARTHANGADH

થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ

રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે - ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ

તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત થાન એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું કે નવા એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે જૂના બસ સ્ટોપના સ્થાને જ વિશાળ, અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી જોડી કોઈપણ ગામ પરીવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી કરવામાં આવી છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સવસીભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનભાઈ ભગત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ લીનાબેન, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીતુભાઈ, રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી.કલોતરા, વહીવટી અધિકારી વાઘેલા સહિત ST વિભાગના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

થાનના અદ્યતન બસસ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓની ઝલક

• બસ ડેપોની જમીનનો કુલ વિસ્તાર ૫૫૭૪ ચો.મી
• આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર
• બાંધકામ વિસ્તાર ૪૧૧.૦૫ ચો.મી
• પ્લેટફોર્મની સંખ્યા: ૩
• પ્લેટફોર્મનો વિસ્તાર ૯૪.૭૧ ચો.મી
• મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
• ટ્રાફિક કંટ્રોલ /પાસ રૂમ
• કિચન સાથેની કેન્ટીન
• વોટર રૂમ
• પાર્સલ રૂમ
• ઇલેક્ટ્રિક રૂમ
• ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ
• લેડીઝ કંડકટર રેસ્ટ રૂમ
• પુરુષ મુસાફરો માટે ૨ યુરીનલ, ૩ શૌચાલય, ૨ બાથ
• સ્ત્રી મુસાફરો માટે ૨ શૌચાલય, ૧ બાથ
• વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!