CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી

તા.04/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાને ‘ભૂમિ સીમાંકન’ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રજાને અદ્યતન, ચોક્કસ અને સરળતાથી જમીનનું રેકર્ડ મળી રહે તે માટે આજે તારીખ ૩/૫/૨૦૨૬ ના રોજ નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા થાનગઢ તાલુકાના વીજળીયા, મનડાસર, હીરાણા અને ખાખરવાળી જેવા ગામોની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરએ હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી ખેડૂતોની વર્ષો જૂની પેન્ડિંગ અરજીઓ, સર્વે નંબરના ક્ષેત્રફળમાં થયેલી વધ-ઘટ, સર્વે નંબર અદલ-બદલ અને ઓવરલેપિંગ જેવી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે. ડી. આઈ. એલ. આર.એમ.પી. (DILRMP) હેઠળ માપણી આ પ્રોજેક્ટ દ્વારા ખેતીની જમીનોની માપણી કરીને ખેડૂતોને સંપૂર્ણ અદ્યતન રેકર્ડ પૂરું પાડવામાં આવશે આ અભિયાન હેઠળ 1. ગામતળને ફિક્સ કરવું, 2. ગૌચર અને સરકારી સર્વે નંબરો ફિક્સ કરવા, 3. જમીન સંપાદન ફિક્સ કરવું, 4. નદી-નાળા ફિક્સ કરવા, 5. ખાનગી મૂળના આખા સર્વે નંબરની હદ નક્કી કરવી, 6. પૈકી (Paiki) સર્વે નંબરોમાં હદ નક્કી કરવી સહિતનામુખ્ય કામગીરીઓ કરવામાં આવશે.આ મુલાકાતમાં થાનગઢના મામલતદાર તેમજ ડી. આઈ. એલ. આર. કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!