CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી લીધું.

તા.03/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા સારસાણા- નવાગામ રોડ પર ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં વાહનોની તપાસમાં હતા ત્યારે આ રોડ પરથી તદ્દન ગેરકાયદેસર બ્લેકટ્રેપ ભરીને રોયલ્ટી પાસ વગરનું પસાર થતું ડમ્પર ધ્યાને આવતા ગેરકાયદેસર બ્લેકટ્રેપનું વહન કરતા નીચે મુજબનુ વાહન જપ્ત કરી કુલ રૂ.40,20,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે એક ડમ્પર ઉકત જપ્ત કરેલ મુદામાલ મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવેલ છે વાહન માલિક સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!