લખતર તાલુકામા પેટ્રોલપંપ પર પેટ્રોલ,ડીઝલની અંદર ભેળસેળ કરીને વેચાણ કરાતુ હોવાની ગ્રાહકોમાં ઉઠી ફરિયાદ
તા.05/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અમુક પેટ્રોલપંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલનુ વેચાણ થતું હોવાની વાહન ચાલકોમા રાવ ઉઠવા પામી છે ત્યારે એક ગ્રાહકે નામ નહિ દેવાની શરતે જણાવ્યું હતું કે તેણે પેટ્રોલપંપ પરથી એક બોટલમાં પેટ્રોલ ભરાવ્યું હતું જે પેટ્રોલ ભરેલી બોટલ તેને ઘરે મૂક્યા બાદ 4 દિવસ પછી પોતાના બાઇકમાં પેટ્રોલ ખૂટતા ઘરમાં રહેલી પેટ્રોલની બોટલ લેવા ગયા હતા પણ બોટલ જોતા તેના હોસ ઊડી ગયા હતા પેટ્રોલથી ભરેલી બોટલમાં અડધો અડધ પાણી હોવાનું સામે આવ્યું હતું લખતર પંથકમાં પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ગ્રાહકોને ઓછું માપ અને ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલ વિતરણ કરવામાં આવતુ હોવાનું વાહનચાલકોમા ફરીયાદો ઉઠવા પામી છે કેટલાક વાહનોમાં ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલ પુરવ્યા બાદ વાહનમાં ધુમાડા કાઢવા સાથે વાહનો ખોટકાવાનાં બનાવો બનતા વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાની નોબત ઊભી થઈ છે પેટ્રોલ ડીઝલમા ભેળસેળને કારણે ટુ વ્હીલ, ફોર વ્હીલ ચાલુમા વાહનો બંધ પડી જતાં હોવાની પણ ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા આવા પેટ્રોલપંપો પર જઈ યોગ્ય તપાસ કરી આવા પેટ્રોલપંપના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી વાહન ચાલકોમા માંગ ઉઠવા પામી છે.