ધાંગધ્રામાં ગુનાખોરી બેકાબૂ એક જ રાતમાં પાઇપ અને છરી વડે ત્રણ અલગ અલગ હુમલાના બનાવ, આરોપીઓ હજુ ફરાર
ધ્રાંગધ્રા સીટી પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો, ગુનેગારોને પોલીસનો ડર જ રહ્યો નથી તેવી ચર્ચા

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સીટી પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો, ગુનેગારોને પોલીસનો ડર જ રહ્યો નથી તેવી ચર્ચા, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલા આ બનાવોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તમામ બનાવોમાં સીટી પોલીસમાં એમએલસી નોંધાઈ હોવા છતાં હજુ સુધી કોઈપણ આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી જેના કારણે શહેરમાં લોકો ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે કે શું આવા સામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી? કે પછી પોલીસની ઢીલી કામગીરીને કારણે ગુનેગારોના હિંમતના પાંખા લાગી રહ્યા છે? ધાંગધ્રા શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે એક પછી એક ત્રણ અલગ અલગ મારામારી અને જીવલેણ હુમલાના બનાવો સામે આવતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે તીક્ષણ પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલા થતા અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે પ્રથમ બનાવ શહેરના કસ્બાશેરીની બારી પાસે બન્યો હતો, જ્યાં ત્રણ શખ્સોએ એક વ્યક્તિ પર તીક્ષણ પાઇપ વડે માથાના ભાગે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી હુમલાખોરોએ ખુલ્લેઆમ દાદાગીરી દાખવી હુમલો કરી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ બગીચાના ઢાળ વિસ્તારમાં પણ છરી વડે ત્રણ શખ્સો પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સિવાય નવયુગ ટોકીઝ પાસે પણ મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો હતો એક જ રાત્રે ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલા આ બનાવોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તમામ બનાવોમાં સીટી પોલીસમાં એમએલસી નોંધાઈ હોવા છતાં હજુ સુધી કોઈપણ આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી જેના કારણે શહેરમાં લોકો ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે કે શું આવા સામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી? કે પછી પોલીસની ઢીલી કામગીરીને કારણે ગુનેગારોના હિંમતના પાંખા લાગી રહ્યા છે? શહેરમાં સતત વધી રહેલા મારામારી, હુમલા અને દાદાગીરીના બનાવો વચ્ચે પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે લોકોમાં એવી પણ ચર્ચા જોર પકડી રહી છે કે શું પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે કે પછી કોઈ દબાણ હેઠળ આરોપીઓને છાવરી રહી છે? શહેરના નાગરિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા તાત્કાલિક તમામ આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જો સમયસર આરોપીઓ સામે કડક પગલાં નહીં લેવાય તો ધાંગધ્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.




