સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે નવયુકત મ્યુનિસિપલ કમિશનરએ મુલાકાત લીધી

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના માન.મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ સાહેબે આજે ધોળીધજા ડેમની મુલાકાત લીધી હતી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે ઢાંકી પંપીંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધીની નર્મદાની મુખ્ય કેનાલમાં સફાઈ કામગીરી ચાલી રહી હોવાને કારણે ધોળીધજા ડેમમાં પાણીની સપાટી ઘટી ગઈ છે આ સ્થિતિને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા ધોળીધજા ડેમ ખાતે મોટર- ફ્લોટિંગ બાજને વધુ દૂર (આશરે ૨૦ ફૂટ દૂર) સ્થાપિત કરવાની કામગીરી તીવ્ર ગતિએ ચાલી રહી છે આ કામગીરી પૂર્ણ થતાં જ શહેરીજનોને બે થી ત્રણ દિવસમાં નિયમિત પાણી પુરવઠો શરૂ થઈ જશે મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ સાહેબે સમગ્ર કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અને કામગીરીને વધુ ઝડપથી પૂર્ણ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરીને શહેરીજનોને પાણી પુરવઠો સુરક્ષિત રાખવા સૂચના આપી હતી.




