DHORAJIRAJKOT

ધોરાજી તાલુકાના ૩૦ ગામોના ૨૮,૬૫૧ સર્વે નંબર પર ખેતીવિષયક ગણનાની કામગીરી પૂર્ણ

તા.૩૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જુદા જુદા સર્વે નંબરની ખેતીલાયક જમીન પર ખેતી કરવામાં આવે છે કે કેમ, તેમજ ક્યા પાકો લેવામાં આવે છે, વગેરે માહિતીની ખરાઇ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર ૫ વર્ષે કરવામાં આવતી ખેતીવિષયક ગણના અન્વયે રાજ્યમાં સૌપ્રથમવાર ઓનલાઈન પદ્ધતિથી ખેતીવિષયક ગણના કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી વાવડી ગામમાં ૧૦૮૧, ઝાંઝમેરમાં ૧૫૩૯, ઉમરકોટમાં ૫૭૨,વેગડીમાં ૫૫૬, ભુખીમાં ૬૩૫, સુપેડીમાં ૨૯૦૯,નાની વાવડીમાં ૮૮૮, ભોલગામડામાં ૭૮૨, છાડવાવદરમાં ૮૦૫, ભોલામાં ૮૧૧, ભૂતવડમાં ૩૧૪, ફરેણીમાં ૯૩૧, જમનાવડમાં ૯૧૩, પીપળીયામાં ૮૫૬, નાગલખડામાં ૩૩૭, હડમતીયામાં ૨૪૪, મોટી મારડમાં ૨૭૧૪, મોટી પરબડીમાં ૯૧૩, તોરાણીયામાં ૮૮૧, નાની પરબડીમાં ૮૦૦, ઉકડીયામાં ૩૫૩, ભાદાજાળીયામાં ૭૦૯, નાની મારડમાં ૩૯૯, ચિચોડમાં ૬૩૫, પાટણવાવમાં ૧૯૬૦, કલાણામાં ૧૮૩૨, વેલારીયામાં ૨૨૦, ભાડેરમાં ૧૧૮૫, વાડોદરમાં ૧૩૪૫, છત્રાસામાં ૯૮૨ સર્વે નંબર આવેલ છે.

કલેકટર શ્રી પ્રભવ જોષી અને પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખિયાના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ૩૦ ગામોમાં કૂલ ૨૮,૬૫૧ સર્વે નંબર પર ખેતીવિષયક ગણના પૂર્ણ કરી ડેટા એન્ટ્રી થઈ ગઇ હોવાનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!