DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આખરે જાહેર કરવામાં આવી

તા.16/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવતા યાર્ડમાં છેલ્લા દોઢ વર્ષથી અટકેલી ચૂંટણી પ્રક્રિયા હવે શરૂ થઈ છે ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રો આપવાની તારીખ 29 જુલાઈ નક્કી કરાઈ છે ઉમેદવારી પત્રોની ચકાસણી 30 જુલાઈએ થશે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 3 ઓગસ્ટ છે મતદાન 10 ઓગસ્ટના રોજ યોજાશે અને મતગણતરી 11 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત છેલ્લા દોઢ વર્ષથી પૂર્ણ થઈ ચૂકી હતી ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે યાર્ડના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઈ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!