ચોરવીરા ગામની સીમમાં કાર્બોસેલનુ ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તથા મુળી તાલુકાના સીમાડે અડીને આવેલા તેમજ ખનીજ ચોરી માટે પંકાયેલા ચોરવીરા ગામની સીમમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગે ફરી એકવાર ઓચિંતો છાપો મારતાં કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે તંત્ર દ્વારા સાયલા ગ્રામ્યના કાર્બોસેલ ખનીજ પ્રભાવિત ચોરવીરા, ઇશરીયા, ચિત્રાલાખ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન અને વહન સામે અનેક વખત દરોડાત્મક કાર્યવાહી કરી હોવા છતા ખનીજ માફીયાઓ સુધરવાનું નામ લેતા ના હોય તેમ દરોડાના થોડા સમય બાદ બેખોફ્ રીતે ફરીથી ખોદકામ શરૂ કરી દેતા હોવાની ચોંકાવનારી વિગતો જગજાહેર છે ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોરવીરા ખાતે પાડેલા દરોડા સમયે ખનીજચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી જિલ્લા ભૂસ્તર શાસ્ત્ર્રી જગદીશ વાઢેર તેમજ તેમની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ચોરવીરા ગામની સીમમાં કરેલ કાર્યવાહીમાં જોખમી રીતે કુવાઓમાંથી કોલસો ઉલેચવાના કારસ્તાનનો પર્દાફાશ થવા પામ્યો હતો તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા બે કુવાઓ પર લગાવેલ ચરખીઓ સાથે ખનીજ ભરેલા તેમજ ખાલી એવા ત્રણ ડમ્પરો, એક લોડર તથા ખનીજ માફીયાઓ દ્વારા કુવાઓ માંથી બહાર કાઢેલો અંદાજે 60 મેટ્રિક ટનથી વધુ કાર્બોસેલ ખનીજનો જથ્થો જપ્ત કર્યો હતો ખનીજ વિભાગ ના સર્વેયર દ્વારાસ્થળ પર ગાળેલા બે ગેરકાયદે કુવાઓની માપણી સહિતની કાર્યવાહી હાથ ધરવા સાથે 1.10 કરોડનો જપ્ત કરેલ મુદ્દામાલ સુરેન્દ્રનગર કચેરી ખાતે સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ખનીજચોરી મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોલસો ઉલેચવાના કૌભાંડમાં સામેલ વાહન ચાલકો, માલિકો સહિત કુલ આઠ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી ખનીજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરનાં ચોરાવીરા ગામની સીમમાં તપાસ કાર્યવાહી કરી હતી. ટીમને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન મળી આવ્યુ હતું ખનિજ વિભાગે કાર્યવાહી કરતા બે ડમ્પર, એક કૂવામાંથી લોખંડના પાઈપો, એક બકેટ ઉપરાંત લોડર કબ્જે કર્યું હતું ઉપરાંત એક ડમ્પરમાં આશરે 15 મેટ્રિકલ ટન જેટલો કાર્બોસેલ ખનીજનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ખનિજ વિભાગની ટીમને એક અન્ય ડમ્પરમાંથી 60 મેટ્રિક ટનનો જથ્થો મળ્યો હતો.




