SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 2 માં પાણીની નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ

જૂની પાણીની પાઇપ લાઇનમાં પાણી ન આવતું હોવાના કારણે હવે નવી પાણીની પાઇપલાઇન નાખવાનો કરાયો નિર્ણય

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જૂની પાણીની પાઇપ લાઇનમાં પાણી ન આવતું હોવાના કારણે હવે નવી પાણીની પાઇપલાઇન નાખવાનો કરાયો નિર્ણય, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ સમસ્યા સાબિત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલી શિવાજી પાર્ક અને પીએનટી રોડ વિસ્તારના રહીશો દ્વારા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી અને પીવાનું પાણી ન આવતા હોવાની સતત ફરિયાદો ઉઠવા પામતી હતી આ ઉપરાંત જે જૂની પીવાના પાણીની પાઇપ લાઇનનો વારંવાર તૂટી જતી હોય તે પ્રકારની ફરિયાદો મળતી હોય ત્યારે આ અંગે મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા નિર્ણય કરી અને નવી પાણીની પાઇપ લાઇનનો નાખવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોને સાથે રાખી અને તાત્કાલિક ધોરણે પીવાના પાણીની પાઈપ લાઈનો નાખવાનું અને નેટવર્ક વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને સ્થાનિક લોકોને નિયમિત પીવાનું પાણી મળે તે પ્રકારના પ્રયત્નો સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના પીએનટી કવોટર અને શિવાજી પાર્ક વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવા અંગેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે જેને લઇ સ્થાનિક લોકોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

Back to top button
error: Content is protected !!