લખતરમાં તાલુકા VCE મંડળનો સુગમ પોર્ટલ સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું.

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા વીસીઇ મંડળે સુગમ પોર્ટલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે આજરોજ મંડળ દ્વારા લખતરના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી સંપૂર્ણ ગાઈડલાઈન ન મળે ત્યાં સુધી કામગીરી નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, નાગરિકોને ઘરે બેઠા વિવિધ સેવાઓ મળી રહે તે હેતુથી સરકારે સુગમ પોર્ટલ શરૂ કર્યું છે હાલમાં વીસીઇના આઈડીમાં સુગમ પોર્ટલનો નવો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે જોકે આ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ છે વીસીઇ મંડળનો મુખ્ય વાંધો એ છે કે અરજી દીઠ 20 રૂપિયાની પહોંચ જનરેટ થાય છે પરંતુ તેમાંથી વીસીઇને કેટલું કમિશન મળશે તે અંગે સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે જીઆર બહાર પાડવામાં આવ્યો નથી આ ઉપરાંત, સુગમ પોર્ટલની કામગીરી અંગે કોઈ સંપૂર્ણ માર્ગદર્શિકા પણ આપવામાં આવી નથી આ કારણોસર, વીસીઇ મંડળે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી કમિશન અને કામગીરી સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શિકા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લખતર તાલુકાના તમામ વીસીઇ સુગમ પોર્ટલ પરની કામગીરીનો બહિષ્કાર કરશે આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં વીસીઇ ઉપસ્થિત રહ્યા હતા.



