LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ કલેક્ટર ભાવિન પંડ્યાના ઉપસ્થિતમાં મિટીંગ યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ કલેક્ટર ભાવિન પંડ્યાના ઉપસ્થિતમાં મિટીંગ યોજાઈ

યુવા મતદારોને મતદાન માટેની પ્રક્રિયામાં પ્રોત્સાહિત કરવા માટે તથા વધુમાં વધુ લાયક યુવા મતદારો મતદાનયાદીમાં નોંધાય તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ અર્થે આજ રોજ મહીસાગર જિલ્લામાં 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના ઉપસ્થિતમાં મિટીંગ યોજાઈ

આ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે,આપનો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે.લોકશાહી વ્યવસ્થાનો પાયો મતદાર છે.મતદાર બનવા માટે મતદાનયાદીમાં નામ નોંધાવવુ જરૂરી છે.તે જ ઉદેશ્ય માટે લાયકાત ધરાવતા તમામ યુવા મતદારો પોતે મતદાનયાદીમાં નામ નોંધાવે તે આવશ્યક છે.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે હજી પણ કેટલાક મતદારો મતદાન કરવા જતા નથી તેથી સમાજમાં જાગૃતતા ફેલાવી જરૂરી છે જેના માટે ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અને મતદાતાઓ પોતાના મતદાનથી વાકેફ થાય વધુને વધુ મતદાન થાઈ તે જરૂરી છે

કલેક્ટર ભાવિન પંડ્યાના હસ્તે જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર કે જેઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હોઈ તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!